ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજે

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની કંપનીમાં…

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની કંપનીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG ) દ્વારા દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા શખ્સોને પકડવા માટે SOG ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે ગોમટા ચોકડી પાસે આવેલ કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામના એકમમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખવામાં આવ્યો છે.

SOG અને ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારી એસ.પી. સોલંકીએ સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 150 લીટર શંકાસ્પદ છુટું (લુઝ) ઘી કિંમત અંદાજે રૂૂ. 93,000/-, 108 લીટર પ્રસંગ દેશી ગાયનું ઘી કિંમત અંદાજે રૂૂ. 66,962/- મળી કુલ મુદ્દામાલ રૂૂ. 1,59,962/- સીલ કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પર હાજર સંચાલક મુકેશભાઈ જમનભાઈ બાલધાની પૂછપરછ કરી હતી. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીના નમૂનાઓ લઈ પૃથ્થકરણ (લેબ ટેસ્ટ) અર્થે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. SOG પી.આઈ. એફ.એ. પારગી, પી.એસ.આઈ. પી.બી. મિશ્રા, એ.એસ.આઈ. વિપુલભાઈ ગુજરાતી, રૂૂપકબહાદુર, અને હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *