બે દંપતિ સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીને સકંજામાં લેવા તજવીજ:કારમાં તોડફોડ: એક યુવાને ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો
ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતાં એક પ્રોૈઢ પોતાના ઘરના સભ્યો સાથે જેમ તેમ બોલતાં હોઇ પડોશી મહિલાને આ પસંદ ન હોઇ તેણીએ અને તના પતિએ આ પ્રૌઢ, તેના દિકરા, પુત્રવધુ પર છરી, તલવારથી હુમલો કરતાં ઇજા થઇ હતી. તેમજ આ પરિવારની સ્કૂલવેનના કાચ પણ ફોડી નખાયા હતાં. સામા પક્ષે પણ દંપતિને ઇજા થઇ હોઇ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે.
વધુ વિગતો મુજબ,ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ ક્વાર્ટર નં. 2/45માં રહેતાં ફાલ્ગુનીબેન ઉર્ફ નિધીબેન ઉત્સવભાઇ ટાકોદરા (ઉ.વ.21)ની ફરિયાદ પરથી તેના પડોશી રૂૂબીનાબેન અને અનિરૂૂધ્ધસિંહ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફાલ્ગુનીબેને જણાવ્યું હતું કે હું પતિ, પરિવાર સાથે રહુ છું. અમારી સાથે મારા સસરા, જેઠ, દિયર પણ રહે છે. મારા પતિ સ્કૂલવેન ચલાવે છે. પચ્ચીસમીએ સાંજે હું ઘરે હતી ત્યારે મારા જેઠ નયનભાઇ ઉપર મારા નણંદ માનસીનો ફોન આવ્યો હતો કે ઉત્સવભાઇને આપણા બાજુવાળા અનિરૂૂધ્ધસિંહ અને તેના પત્નિ રૂૂબીનાબેન ગાળો આપે છે. આથી હું, મારા સસરા મુકેશભાઇ, દિયર ભાર્ગવભાઇ, જેઠ નયનભાઇ એમ બધા ત્યાં જતાં ઝઘડો ચાલુ હોઇ અમે છોડાવવા વચ્ચે પડતાં અનિરૂૂધ્ધસિંહના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં છરી જોવા મળી હતી. રૂૂબીનાબેને કહેલુ કે તમે તમારા ઘરમાં અંદરો અંદર ઝઘડા કરો છો તે અમને પસંદ નથી. તેમ કહી ગાળો દઇ મને ધોકાનો ઘા મોઢા પર મારી દીધો હતો.
તેના પતિએ મારા પતિ ઉત્સવને કપાળના ભાગે આંખ પાસે ઉંધી તલાવર મારી દીધી હતી. તેમજ સસરા મકુેશભાઇને પણ હાથના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. ઝઘડો થતાં મારા કાકાજી સહિતના બીજા રહેવાસીઓ ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં. મને, મારા પતિ અને સસરાને ઇજા થઇ હોઇ અમે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અમારા ઘરમાં મારા સસરા ઘરના સભ્યો સાથે જેમતેમ બોલતાં હોઇ તે બાબત પડોશી રૂૂબીનાબેન અને તેના પતિને ન ગમતાં તેણીએ તેના પતિ સાથે મળી ઝઘડો કરી હુમલો કરી મારા પતિની સ્કૂલવેનના કાચ પણ ફોડી નાંખ્યા હતાં તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.સામા પક્ષે રૂૂબીનાબેન અનિરૂૂધ્ધસિંહ વાઘેલા (ઉ.વ.35)ની ફરિયાદ પરથી નયનભાઇ, ભાર્ગવભાઇ, ઉત્સવભાઇ, નિધીબેન વિરૂૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. રૂૂબીનાબેને કહ્યું હતું કે હું પતિ, બાળકો સાથે રહુ છું. મારા પતિ ડ્રાઇવીંગ કામ કરે છે. પચ્ચીસમીએ મારી દિકરી રીવાબાનો જન્મઘ્વિસ હોઇ હું વસ્તુ લેવા બહાર ગઇ હતી.
એ પછી ઘરે આવતાં પડોશી લત્તાબેન ઘરમાં શણગાર કરવા મદદ માટે આવ્યા હતાં. આ વખતે ઘર બહાર ભીડ હોઇ દેકારો થતાંત્યાં જોવા જતાં મારા પતિ અનિરૂૂધ્ધસિંહ સાથે પડોશી નયનભાઇ, ઉત્સવભાઇ, ભાર્ગવભાઇ, નિધીબેન સહિતના ઝઘડો કરી કહેતા હતાં કે તમે કેમ અમારા વિરૂૂધ્ધ અરજી કરો છો? હવે તમને જોઇ લેવા છે. એ પછી ભાર્ગવ તેના ભાઇ નયનને કહેવા લાગેલ કે-હવે અહિ પડયા છે તો એક બેને પતાવી દઇએ. એ પછી નિધીએ મારી પાસે આવી મારા વાળ પકડી ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી હતી. નયને તલવારથી મારા પતિ અનિરૂૂધ્ધસિંહ પર ઘા કર્યો હતો પણ તેને લાગ્યો નહોતો. ટોળુ ભેગુ થઇ જતાં અમને છોડાવ્યા હતાં. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમા બંને ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જ્યાં અનિરૂૂધ્ધસિંહે ફિનાઇલ પી લેવાનો પ્રયાસ કર્યો હતો.