માલવિયા ચોકમાં RMCએ મૂકેલા સીસીટીવીની મોંઘીદાટ બેટરી ચોરાઇ

રાજકોટ મનપાએ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ, મુક્ય ચોક અને રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મુક્યા છે. તેના નેટવર્કીંગ માટે મુખ્ય ચોકમાં બેટરી સાથે ચેમ્બર બનાવવામા આવે…

રાજકોટ મનપાએ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ, મુક્ય ચોક અને રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મુક્યા છે. તેના નેટવર્કીંગ માટે મુખ્ય ચોકમાં બેટરી સાથે ચેમ્બર બનાવવામા આવે છે. માલવિયા ચોકમાં બનેલી આ પ્રકારની ચેમ્બરને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. ચેમ્બરમાં આવેલી મોંઘીદાટ બેટરીની ચોરી થઇ હોવાનું જાણવા મળે છે.

જો કે આ અંગે મનપાના સંબંધિત વિભાગ અને વીજીલન્સ પોલીસ બ્રાન્ચમાં પુછતા આ પ્રકારે ચોરી થઇ હોવાનું તેમનુ માલુમ પણ ન હતુ.મનપાએ શહેરની જાહેર સુરક્ષા માટે મુકેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ નાના મવા સર્કલ પાસે આવેલી કચેરીમાં કાર્યરત ક્ધટ્રોલ રૂૂમ ખાતે થાય છે. મુખ્ય ચોકમાં મુકાયેલા હાઇ રિઝ્યુલેશનના હેવી કેમેરામાં ટેકનિકલ ક્ષતિ સર્જાય તો ઉપયોગી બને તે માટે સીસીટીવીની પેનલ ચેમ્બરમાં બેટરી મુકવામા આવે છે. માલવિયા ચોકમાં પ્રમુખ સ્વામી બિલ્ડીંગના કોર્નર પર ચેમ્બર બનાવવામા આવી છે. તેમાથી હેવી બેટરી કોઇ ચોરી ગયાનું પ્રકાશમાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *