યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી છે. તેમણે ચેતવણી આપી છે કે 2026માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે.
ફોર્નીએ વારંવાર ભારત વિરોધી ટિપ્પણીઓ કરી છે, અને આ કારણોસર તેમને નોકરીમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. તાજેતરની પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે અમેરિકાએ દરેક ભારતીયને દેશનિકાલ કરવો જોઈએ.
ફોર્નીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત તેની ચરમસીમાએ હશે. ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો હિંસક હુમલાઓનું નિશાન બનશે. આ હુમલાઓ શ્વેત અમેરિકનો નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકો અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. ભારતીયોના જીવ બચાવવા માટે તેણે અત્યારે જ ‘દેશનિકાલ’ (Deport) કરીને ભારત મોકલી દેવા જોઈએ. જોકે, વિવાદ પછી તેણે આ પોસ્ટ ડિલિટ કરી હતી.
મૈટ ફોર્નીએ એક અમેરિકન લેખક અને પત્રકાર છે જેનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને તેમના દેશનિકાલની હાકલ કરવાનો લાંબો ઇતિહાસ છે. તેમને તાજેતરમાં અમેરિકન મીડિયા સંગઠન ધ બ્લેઝમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જ્યાં તેઓ H-1B વિઝા કાર્યક્રમ અને ભારતીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવા માટે કાર્યરત હતા.
