રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મુખ્ય જળાશયો ન્યારી અને આજી ડેમની જળ સપાટી ટુંક સમયમાં ડેડલેવલે આવી જશે ચોમાસુ ભરપુર ગયું છતાં 15/1/2025થી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાવવાનો ભય ઉભો થયો છે. 2500 એમસીએફટીની જરૂરિયાત હોવાથી સૌની યોજના મારફતે નર્મદાનીર ઠલવાવ માટે કોર્પોરેશન દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રી-વોટરની કુલ જરુરીયાત 420 ખકઉ છે. તે પૈકી 130 એમએલડી મારફત નર્મદા પાઇપવાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે. અને 290 ખકઉ ઉક્ત સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે. જેથી વિદ્યોત થવા વિનંતી આજ રોજ સ્થાનીક જળાશયોમાં ઉપલબ્ધ જળ જથ્થાની સ્થિતી અંગે આજી-1 ડેમનાં ડીપ્લીશન ચાર્ટ અનુસાર આજી-1 ડેમ ખાતે 90150 એમ.સી.એફ.ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલનો ઉપાડ અનુસાર તા.31/01/2025નાં રોજ અંદાજે માત્ર 325 એમ.સી.એફ.ટી ઉપલબ્ધ હશે. ન્યારી-1 ડેમનાં ડીપ્લીશન ચાર્ટ અનુસાર આજની તારીખે ડેમમાં 1248.00 એમ.સી.એફ.ટી જળ જથ્થો ઉપલબ્ધ છે.
આગામી એપ્રિલ-મે 2025 દરમ્યાન સૌરાષ્ટ્ર શાખા નહેરને મરામત માટે બંધ કરવાનું આયોજન હોવાથી, પૂર્વ આયોજનના ભાગ રૂૂપે પાણીની જરૂૂરીયાત મુજબ સંગ્રહ વ્યવસ્થા કરવા કાર્યપાલક ઈજનેરશ્રી, સૌની યોજના, રાજકોટ દ્વારા સંદર્ભ-1 નાં પત્ર દ્વારા જાણ કરેલ છે.
ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લેતા, રાજકોટ શહેરમાં આગામી સાલ 2025નાં ચોમાસાનાં વરસાદ પહેલા આજી-1 તથા ન્યારીને જળાશમાં નવી જળ રાશી ઉપલબ્ધ થવા સુધી એટલે કે અંદાજે તા.31/07/2025 સુધી દૈનીક 20 મીનીટ પાણી પુરવઠો સુયાસ- રુપે જાળવી રાખવા માટે સરકારની સૌની યોજના મારફત બાજી-1 ડેમમાં તા.15/01/2025થી તબક્કાવાર 1800 એમ.સી એફટી. તથા ન્યારી ડેમમાં તબક્કાવાર 700 એમસીએફટી સહિત 2500 એમસીએફટીની આવશ્યકતા હોવાથી સૌની યોજના મારફત પાણી આપવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.