વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર

ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા રાજકોટ મહાનગરપાલિકાની…

ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજરોજ રાષ્ટ્ર ગીત વંદે માતરમ્નું સમૂહ ગાન યોજાયેલ તેમજ સ્વદેશી શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેશનના તમામ કર્મચારી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ તથા કોર્પોરેટરનો ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવેલ પરંતુ સમૂહગાન કાર્યક્રમ દરમિયાન ભાજપના કોર્પોરેટરો પૈકી અમૂક ચહેરા નજરે ન પડતા કાર્યક્રમ બાદ ભારે ચર્ચા જાગી હતી અને જૂથવાદના કારણે અડધો અડધ કર્પોરેટરો કાર્યક્રમથી અળગા રહયા છે. તેવો ગણગણાટ જોવા મળ્યો હતો.

ભારતના રાષ્ટ્રગીત વંદેમારતમ્ની પ્રસિધ્ધ થયા તા.7મી નવેમ્બરની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનુ સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ના માધ્યથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંંચાઇ હાસીલ કરેલ હતી. જે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગર્વની બાબત છે. આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ઽ 150 ઉજવણીના ભાગરૂપે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતનું સમૂહ ગાન કાર્યક્રમ યોજવામાં આવેલ તથા સ્વદેશી શપથ લેવડાવવામાં આવેલ આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેશનનો સ્ટાફ તથા તમામ કોર્પોરેટરોને ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવેલ પરંતુ કાર્યક્રમમાં શપથ વિધિ દરમિયાન તેમજ રાષ્ટ્રગાનમાં અનેક કોર્પોરેટરો ગાયબ જોવા મળેલ આથી છેલ્લા થોડા સમયથી ભાજપમાં ઉભો થયેલ જૂથવાદનો અણસાર કાર્યક્રમમાં જોવા મળ્યો હોવાનું ચર્ચા રહ્યુ છે.

મેયરની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેવી જ રીતે તમામ કોર્પોેરેટરોને પણ ઉપસ્થિત રહેવાનુ હતું છતાં અનેક કોર્પોેરેટરો ઘેરહાજર રહ્યાનું જોવા મળતા ભાજપનો જૂથવાદ ફરી વખત સપાટી ઉપર આવ્યો છે અને આ મુદ્દે ફરી વખત રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *