એપ્સટિન ફાઇલ્સ ફરી એકવાર સમાચારમાં છે, જેના પર આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત છે. આનાથી અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ અમેરિકાની સફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવી રહ્યું છે.ટ્રમ્પના મતે, ઘણા લોકો અજાણતાં જેફરી એપ્સટિનને મળ્યા હતા અને તેઓ એપ્સટિનના કાળા કાર્યોથી અજાણ હતા.
આવી સ્થિતિમાં, ફાઇલ્સમાંના બધા નામ જાહેર થાય છે, તો ઘણા લોકોની છબી કલંકિત થઈ શકે છે.એપ્સટિન ફાઇલ્સના પહેલા બેચમાં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનો ફોટો પણ શામેલ હતો. જ્યારે ટ્રમ્પને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “મને બિલ ક્લિન્ટન ખૂબ ગમે છે. મારો હંમેશા તેમની સાથે સારો સંબંધ રહ્યો છે. મને એપ્સટિન ફાઇલ્સમાં તેમના ફોટા જોવાનું પસંદ નથી. મારા ફોટા પણ ત્યાં છે. દરેક વ્યક્તિ આ માણસ (એપ્સટિન) સાથે મિત્ર હતા.”
