અયોધ્યામાં 15000 સાધુ-સંતો મતદાર તરીકે નીકળી જશે

અખાડાઓ-મઠોમાં રહેતા સંત સમયના લોકોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, જાનકી, સીતા નામ લખ્યા છે, પિતા તરીકે ગુરૂ દર્શાવ્યા છે અયોધ્યાના નિર્વાણી અની…

અખાડાઓ-મઠોમાં રહેતા સંત સમયના લોકોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, જાનકી, સીતા નામ લખ્યા છે, પિતા તરીકે ગુરૂ દર્શાવ્યા છે

અયોધ્યાના નિર્વાણી અની અખાડાના મહંત સીતારામ દાસે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ફોર્મમાં આ જ માહિતી આપી છે. મહંત સીતારામ દાસની જેમ અયોધ્યાના આશરે 15 હજાર સાધુ-સંતોમાંથી મોટાભાગનાએ પિતાના કોલમમાં પોતાના ગુરુ અથવા હિન્દુ દેવી-દેવતાઓના નામ લખ્યા છે. તેવી જ રીતે માતાના નામની સામે કૌશલ્યા, સીતા, જાનકી, દુર્ગા અને સરસ્વતી માતા લખ્યું છે. સાધુ-સંતો ભાજપના મતદારો માનવામાં આવે છે, તેથી પાર્ટીને ચિંતા છે કે તેમના મતો કપાઈ ન જાય.

14 ડિસેમ્બર 2025ના રોજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે યુપીની મતદાર યાદીમાંથી અંદાજે ચાર કરોડ મતદારો ગાયબ છે. તેમણે ભાજપના નેતાઓને કહ્યું કે આ લોકો તમારા વિરોધી નથી, પરંતુ તેમાંથી 90% તમારા મતદારો છે.

મુખ્યમંત્રી યોગીએ આગળ કહ્યું કે યુપીની વસતી લગભગ 25 કરોડ છે. તેમાંથી 65% મતદારો હોવા જોઈએ. આ હિસાબે લગભગ 16 કરોડ મતદારો હોવા જોઈએ, પરંતુ એસઆઇઆરની ગણતરીમાં આ સંખ્યા અંદાજે 12 કરોડ જ આવી છે. માનવામાં આવે છે કે આ કારણે યુપીમાં એસઆઇઆરની તારીખ વધી શકે છે.
ચાર કરોડ મતદારો ખરેખર ગાયબ થઈ ગયા છે કે તેઓ ફોર્મ ભરી શક્યા નથી, શું ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે, આ દરમિયાન જાણવા મળ્યું કે એવા ઘણા લોકો છે, જેમને જૂનો ડેટા ન હોવાને કારણે એસઆઇઆર ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. અયોધ્યાના નિર્વાણી અની અખાડાના મહંત સીતારામ દાસે 10 ડિસેમ્બરે એસઆઇઆરનું ફોર્મ ભર્યું હતું. સંન્યાસી ધર્મ મુજબ, તેમણે ફોર્મમાં અસલી માતા-પિતાની ઓળખ ન લખતા ગુરુ અને હિન્દુ દેવી-દેવતાઓના નામ લખ્યા છે.

આનું કારણ પૂછતા મહંત સીતારામ દાસ કહે છે, ‘હું પારિવારિક જીવનમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છું અને વિરક્ત પરંપરાનું પાલન કરી રહ્યો છું. વિરક્ત એટલે જેણે પોતાના લોહીના સંબંધો સાથેનો નાતો તોડી નાખ્યો હોય. હવે ન તો અમારી કોઈ માતા છે, ન પિતા છે અને ન તો કોઈ ગોત્ર છે. અમારા માટે તો ઈશ્વર જ સર્વસ્વ છે. મેં મારા એસઆઇઆર ફોર્મમાં માતાના નામની જગ્યાએ જાનકી માતાનું નામ લખ્યું છે કારણ કે તેઓ જ આખા જગતનું પાલન કરે છે, બધાની માતા તેઓ જ છે.’

‘અયોધ્યાના અખાડાઓ અને મઠોમાં રહેતા સંત સમાજના તમામ લોકોએ એસઆઇઆર ફોર્મમાં માતાની જગ્યાએ કૌશલ્યા, સીતા, જાનકી, દુર્ગા અને સરસ્વતી માતાનું નામ લખ્યું છે. આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે.’ એસઆઇઆર ફોર્મમાં રામાયણ કાળ સાથે જોડાયેલા નામ લખવાની શરૂૂઆત ભાજપના પૂર્વ સાંસદ અને સ્વર્ગસ્થ હિન્દુ ધામ પીઠાધીશ્વર ડો. રામ વિલાસ દાસ વેદાંતીએ કરી હતી. તેમણે ફોર્મમાં માતાના કોલમમાં જાનકી માતાનું નામ લખ્યું હતું. ત્યારબાદ અયોધ્યાના દિગંબર અખાડા અને હનુમાન ગઢીના બાકીના સંતોએ પણ આવું જ કર્યું.

અયોધ્યામાં 15 હજાર સાધુ-સંતો, પરંતુ ફોર્મ અધૂરા
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, શહેરમાં 60 વોર્ડ છે. અહીં 24.7 લાખ લોકો રહે છે. જેમાં 12.6 લાખ પુરુષો અને 12.1 લાખ મહિલાઓ છે. આમાં 15 હજારથી વધુ સાધુ-સંતો છે. તેઓ નિર્મોહી, દિગંબર અને નિર્વાણી અની અખાડાઓમાં રહે છે. ફોર્મમાં ભગવાનનું નામ લખવાથી તેમની માહિતી અધૂરી માનવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *