પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ સમિટમાં હાજરી આપશે નહીં. તેઓ આજે ભાષણ આપવાના હતા, અને તેમના કાર્યાલયે આ કાર્યક્રમ પહેલા જ આ જાહેરાત કરી હતી. અગાઉ એવી અટકળો હતી કે તેઓ હાજરી નહીં આપે, પરંતુ ગેટ્સ ફાઉન્ડેશને આ વાતની પુષ્ટિ કરી ન હતી. હવે જાહેરાત કરવામાં આવી છે કે અંકુર વોરા બિલ ગેટ્સના સ્થાને ભાષણ આપશે. તેઓ બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે તેમનું નામ એપ્સટિન ફાઇલ્સમાં સામેલ હતું અને વિવાદમાં ફસાયા હતા. આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
માનવામાં આવે છે કે એપ્સટીન ફાઇલોના વિવાદમાં બિલ ગેટસ ખુદ પણ વિવાદમાં ફસાયેલા હોવાથી અને તેમની અશોભનીય તસ્વીરો મીડીયામાં પ્રસારીત થતી હોવાને કારણે તેમણે જાહેરમાં આવવાનું ટાળવા એઆઇ સમીટમાં આવવાનું છેલ્લીઘડીએ મૌકુફ રાખ્યું છે. જો કે તેઓએ ભારત આવીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે લાંબો વાટાઘાટો કર્યા પછી સ્વદેશ પરત જવાનું નકકી કર્યું હતું.
ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એઆઈ સમિટની પ્રાથમિકતાઓ પર કાળજીપૂર્વક વિચાર કર્યા પછી અને વિચારણા કર્યા પછી, શ્રી ગેટ્સે પોતાનું ભાષણ ન આપવાનો નિર્ણય લીધો છે. ગેટ્સ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ એઆઈ સમિટમાં આફ્રિકા અને ભારત કાર્યાલયોના પ્રમુખ અંકુર વોરા કરશે. તેઓ આજે એઆઈ સમિટમાં ગેટ્સ ફાઉન્ડેશન વતી પોતાનું ભાષણ આપશે.” ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તે ભારતમાં સ્વાસ્થ્ય અને વિકાસમાં યોગદાન આપવાના તેના લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એઆઈ સમિટ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. બિલ ગેટ્સ મુખ્ય વક્તા બનવાના હતા. આજે બોલવાના હતા.
