મધરાત્રે બેભાન હાલતમાં ઢળી પડેલા નવજાત શિશુને સારવાર માટે ખસેડાયો પણ જીવ ન બચ્યો
રાજકોટ સહીત રાજયભરમા ચોમાસાની શરૂઆતમા જ રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો દિવસે દિવસે જીવલેણ નીવડી રહયો છે. બે દિવસ પુર્વે જ બે બાળકીનાં કમળો અને ઝાડાની બીમારી સબબ મોત નીપજયાની ઘટના હજુ વિષરાય નથી. ત્યા રાજકોટનાં નવાગામ રંગીલા આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા પરીવારનાં 4 દિવસનાં માસુમનુ કમળાની બીમારી સબબ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે રાજકોટમા રોગચાળો જીવલેણ નીવડતા તંત્રમા દોડધામ મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા નવાગામ વિસ્તારમા આવેલા રંગીલા આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતી નિશાબેન રવીભાઇ વાઘેલા નામની પરણીતાએ ચાર દિવસ પુર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. ચાર દિવસનો માસુમ કમળાની બીમારીમા સપડાતા તાત્કાલીક સારવાર માટે ઝનાના હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ ફરજ પરનાં તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પુત્રનાં જન્મથી પરીવારમા ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ 4 દિવસનાં નવજાત શિશુનુ કમળાની બીમારી સબબ મોત નીપજતા પરીવારનો ખુશીનો માહોલ શોકમા ફેરવાયો હતો. રાજકોટમા રોગચાળો જીવલેણ નીવડતા તંત્રમા દોડધામ મચી જવા પામી છે. આ બનાવ અંગે રાજકોટ કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
