રાજકોટ શહેરમાં સિજનલ રોગચાળો સતત વધી રહ્યો છે પરંતુ મહાનગર પાલિકાના ચોપડે દર અઠવાડીયાની માફક આ ગત અઠવાડીયે પણ 1800 આસપાસ શરદી-તાવ- ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા છે. આ સાથે કમળાનાં માત્ર બે તેમજ ટાઇફોઇડનો એક અને ડેંગ્યુના માત્ર ત્રણ કેસ જ નોંધાયા છે. ગત અઠવાડીયા દરમિયાન સરકારી ચોપડે શરદી-ઉધરસના 782, સામાન્ય તાવના 756, ઝાડા-ઉલટીના 201 કેસ મળી કુલ 1345 કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.14/09/2026 થી તા.20/09/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને ખઙઇંઠ દ્વારા 78766 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 423 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 268 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 220 અને કોર્મશીયલ 56 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત તા. તા. તા.14/09/2026 થી તા.20/09/2026 દરમ્યાન કુલ 1,79,021 જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ 4,085 જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ 743 જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 2,697 જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે.
