રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોના સુચારૂૂ પાલન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. એક તરફ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે કાયદાનો ભંગ કરતા વાહનચાલકો સામે મેગા ડ્રાઇવ યોજીને કડક કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ સામાન્ય જનતા પર રોફ જમાવતા અને નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મચારીઓ સામે પણ રાજ્યવ્યાપી 15 દિવસની ખાસ તપાસ ઝુંબેશ જાહેર કરવામાં આવી છે
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી છે. ટ્રાફિકના નિયમોનું સુચારૂૂ પાલન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર બિન્દાસ ફરતા વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ કોમ્બીંગ નાઇટ અને સઘન વાહન ચેકિંગ ડ્રાઇવ દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 147 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે તથા જૂના પેન્ડિંગ ચલણ પેટે રૂૂ. 1,19,200 ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ અને ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનોના ઉપયોગ પર અંકુશ લાવવા સૂચના આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ ડીસીપી (ટ્રાફિક) ડો. હરપાલસિંહ જાડેજા અને એસીપી લાલીવાલના નેતૃત્વમાં ટ્રાફિક પોલીસની ટીમોએ શહેરના મહત્વના ચાર રસ્તાઓ અને જાહેર માર્ગો પર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે ખાસ ’કોમ્બીંગ નાઇટ રાઉન્ડ’ યોજવામાં આવ્યો હતો, અને શહેરમાં સઘન વાહન ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના કે અધૂરી નંબર પ્લેટવાળા 19 ફોર-વ્હીલર અને 128 ટુ-વ્હીલર મળીને કુલ 147 વાહનોને કાયદેસર રીતે ડીટેઇન કરી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પકડાયેલા વાહનોનો ભૂતકાળનો રેકોર્ડ ઇ-ચલણ સિસ્ટમ પર ચેક કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ઘણા વાહનચાલકોના જૂના ચલણ પણ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું ધ્યાને આવ્યું હતું. ટ્રાફિક શાખાએ આવા કુલ 249 જૂના પેન્ડિંગ ચલણ સ્થળ પર જ ભરાવડાવીને રૂૂ. 1,19,200 નો દંડ વસૂલ કર્યો હતો.રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ સલામતી જાળવવા અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે નંબર પ્લેટ વગરના વાહનો સામે આ પ્રકારની સઘન ચેકિંગ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસે તમામ નાગરિકો અને વાહનચાલકોને પોતાના વાહનો પર નિયમાનુસારની એચએસઆરપી કે માન્ય નંબર પ્લેટ લગાવીને જ વાહન ચલાવવા અને તમામ ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે.
આ ડ્રાઇવ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના અંગત તથા સરકારી વાહનોમાંથી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ વાહન પર લખેલા ‘ઙ”, ‘ઙજ્ઞહશભય” કે અન્ય અનધિકૃત લોગો તાત્કાલિક ધોરણે દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર બ્લેક ફિલ્મનું વેચાણ કરતા ગેરેજ, સર્વિસ સેન્ટર અને કાર એક્સેસરીઝની દુકાનો પર દરોડા પાડીને આવી સામગ્રી જપ્ત કરાશે.
