જામનગરમાં પુષ્કરધામ સોસાયટીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારુ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે…

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારુ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં શિવાલય એપાર્ટમેન્ટના ચોથા માટે રૂૂમ નંબર 404 માં રહેતા પારસગર રમેશગર ગોસ્વામી નામના શખ્સે પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરાઇ રહ્યું છે, તેવી બાતના આધારે જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.

જે ધરોડા દરમિયાન મકાનમાંથી 48 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા 24,000 ની કિંમત નો ઇંગ્લિશ દારૂૂ કબજે કરી લઇ મકાન માલિક પારસગર ગોસ્વામી ની અટકાયત કરી લીધી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ ગૌતમ મનોજગીરી ગોસ્વામી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં કુબેર પાર્ક સોસાયટી વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જીજે 10 ડી એલ 5547 નંબરનું બાઈક લઈને બે વ્યક્તિ પસાર થતાં પોલીસે તેઓને અટકાવીને તલાસી લીધી હતી. જે દરમિયાન બાઈક સવાર પાસેથી બે નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે બાઈક ચાલક ગોવિંદ મનસુખભાઈ ઓઢવ અને તેની સાથે નીકળેલા નરેન્દ્ર અશ્વિનભાઈ ઠાકોર ની અટકાયત કરી લઇ બે નંગ બિયરના ટીન કબજે કરી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *