જામનગર શહેર અને કાલાવડમાં પોલીસે ગઈકાલે બે સ્થળે ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને બે આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂૂના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.
જામનગરમાં દિગ્વિજયપ્લોટ શેરી નંબર 47 માં રહેતા હરેશ કિશોરભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 15 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ કબજે કરી લઇ મકાન માલિક હરેશ ચૌહાણની અટકાયત કરી લીધી છે, અને તેની સામે દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ફગાસ ગામના પાટિયા પાસેથી ઇંગ્લિશ દારૂૂ નો જથ્થો લઈને નીકળેલા દિનેશ હરજીભાઈ રાઠવા નામના શ્રમિક યુવાનને ઝડપી લીધો હતો. તેને દારૂૂ સપ્લાય કરનાર ની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ રહી છે.
