1.30 કરોડ લોડિંગ કરવા આપ્યા તેમાંથી 29 લાખ જમા કરી માત્ર 91 લાખ જ પરત કર્યા
રીપોટિંગ પર્સને કમ્પ્યુટરમાં ડેટા ચેક કરતા હકીકત જાણવા મળી, આરોપીની શોધખોળ, મેનેજરે ફરિયાદ નોંધાવી
જામનગર રોડ પર ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા અને સીએમસી કંપનીમાં મેનેજરની નોકરી કરતા ગોપાલસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા(ઉ.વ. 41)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની કંપનીમાં કસ્ટોડિયલ તરીકે કામ કરતા મૂળ વેરાવળના અને હાલ ઓમનગરમાં રહેતા સાગર પરસોતમ દેવળીયા કે જેઓ એટીએમમાં પૈસા લોન્ડિંગ કરવાનું કામ આપ્યું હોય તેઓને 1.30 કરોડ રૂૂપિયા કંપની વતી લોડિંગ કરવા જણાવ્યું હોય જેમાંથી 29 લાખનું બે એટીએમમાં લોડિંગ કરી અને કંપનીમાં 1.10 કરોડ આપવાના બદલે માત્ર 91 લાખ જમા કરાવી બાકીના 10 લાખની ઉચાપત કરતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ગોપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ મા ઈખજ કંપનીમાં મેનેજર તરીકે તા.15/12/2025 થી જોડાયેલ છુ.અમારી કંપની ની ઓફીસ એરપોર્ટ ફાટક પાસે જૈન દેરાસરની બાજુમાં આવેલ છે.અમારી કંપનીના કર્મચારીઓ જેમાં સાગર પરસોતમભાઈ દેવળીયા 20 દિવસથી અને સાહીલ જયેશભાઈ ઘાચી અમારી કંપનીમાં છ મહીનાથી મહેસાણા બ્રાંચમાં કસ્ટોડીયલ તરીકે નોકરી કરે છે. અને અમારી ઓફીસે તા.02/01ના રોજ આવેલ છે જે નો માસીક પગાર રૂૂપીયા 11,500/- આપીએ છીએ ગઈ તા.02/01ના રોજ એસબીઆઈ બેંક મેઇન બ્રાચ માંથી રૂૂપીયા ચાર કરોડ બપોરે આશરે પોણા ચારેક વાગ્યે મેળવેલ હતા ત્યારે બેંકમા નાણા સ્વીકારનાર તરીકે પૃથ્વીરાજ હસમુખભાઈ બારોટ અને સાહીલ જયેશભાઇ ઘાચીની સહી કરેલ અને બાદમા આ બેંકના પાર્કીંગ મા રૂૂપીયાના બે ભાગ પાડેલ હતા.
ત્યારે બીજા રૂૂટમાં રૂૂપીયા 1 કરોડ 30 લાખ લોડ કરવાના હતા અને અમારા બીજા રૂૂટમાં બોલેરોમાં ચાર વ્યક્તિઓ હતા જેમા ડ્રાઇવર તરીકે (1) પાર્થભાઈ અતુલભાઇ નિમાવત તથા સીક્યુરીટી ગાર્ડ તરીકે (2) રાજેન્દ્રસિંહ હરિસિંહ રાઠોડ તથા કસ્ટોડીયન તરીકે (3) સાગરભાઈ પરસોતમભાઈ દેવળીયા તથા (4) સાહીલ જયેશભાઈ ઘાચીની નોકરી હતી અને તેઓના વાહન બોલેરો વાહનમાં ગેરમા કોઇ પ્રોબ્લેમ આવેલ હતો અને વાહન બરાબર ચાલતુ ન હોય બાદમા બીજી ગાડીમાં રૂૂપીયા લઈ આ લોકોએ બેંકના યાદી મુજબ કુલ 14 એટીએમ મશીનમાં રૂૂપીયા જમા કરવાના હતા ત્યા નિકળી ગયેલ હતા.
બાદમાં છેલ્લે અમારા બીજા રૂૂટ વાળુ વાહન અમારી ઓફીસે એરપોર્ટ ફાટક પાસે પરત આવી ગયેલ હતી અને તેમા બાકી રહેલ રૂૂપીયા 1 કરોડ 1 લાખ રૂૂપીયા સાગરભાઇ પરસોતમભાઇ દેવળીયા તથા સાહીલ જયેશભાઈ ઘાચીની જવાબદારીથી અમારી ઓફીસે જમા કરવાના હતા તેમાંથી 91 લાખ રૂૂપીયા સાગરભાઇ પરસોતમભાઇ દેવળીયા નાઓએ જમા કરાવેલ હતા અને બાકીના 10 લાખ જમા કરેલ નહી જેથી બીજા દીવસે તા.03/01ના રોજ અમારી કંપનીના રીપોટીંગ પર્સન નમનભાઇ સોની એ અમારી ઓફીસના કોમ્યુટર ડેટામાં તપાસ કરતા એરપોર્ટ ફાટક પાસે જૈન દેરાસર એરપોર્ટ ફાટક પાસેની ઓફીસમાં રૂૂપિયા 10 લાખની રકમ ઓછી જમા થયાનું જાણવા મળ્યું હતું.જેથી આ બાબતે તપાસ કરતા સાગરભાઈ પરસોતમભાઈ દેવળીયાએ ઓછી રકમ જમા કરાવી બાકીની રકમ રૂૂ.10 લાખ ઓળવી ગયાનું ધ્યાને આવતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
