રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ

સંસદ સભ્ય રામભાઈ મોકરીય દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે રાજકોટ બસ પોર્ટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું…

સંસદ સભ્ય રામભાઈ મોકરીય દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે રાજકોટ બસ પોર્ટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું જાહેર પરિવહન ઉપલબ્ધ થાય તેમજ રાજકોટ- અમદાવાદ બંને બાજુથી ખાનગી વાહનમાં જતાં આવતા મુસાફરોને હાયવે થી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી કોઈ અંદર જવા માટે કોઈ સુવિધા મળતી નથી તો તે બાબતે એસ. ટી. ની સુવિધા કરવા માટે લેખિત રજૂઆત કરતાં એસ. ટી. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ રાજકોટ શહેરથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવા સંચાલિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા માટે કુલ બાર (12) ટ્રિપ દૈનિક ચલાવવામાં આવે છે. એરપોર્ટ આવન-જાવન કરતા મુસાફરોને ધ્યાનમાં રાખી સમયપત્રક તથા બસની સુવિધાઓમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સદર રુટ પર સંચાલન થતી તમામ બસ સર્વિસમાં જતાં /આવતા હીરાસર એરપોર્ટ રોડ સ્ટેન્ડ સ્ટોપ આપવામા આવેલ છે એસટી વિભાગે જણાવેલ કે મુસાફરોને વધુ આધુનિક અને સુવિધાસભર સેવા ઉપલબ્ધ કરાવવા ટૂંક સમયમાં આ સ્થળે નવું આધુનિક એસટી બસ સ્ટેશન ડેવલોપ કરવામાં આવશે, જેમાં મુસાફરો માટે વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એસટી બસ માટે પીકઅપ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનું એસટી વિભાગે સ્પષ્ટ કર્યું છે.

સંસદ સભ્ય રામભાઈ મોકલ્યા દ્વારા જણાવાયું છે કે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી એરપોર્ટ સુધી મુસાફરોને સસ્તી, સુલભ અને વિશ્વસનીય જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સંખ્યા અને જરૂૂરિયાતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં બસોની સંખ્યા તથા સુવિધાઓમાં વધારો કરવામાં આવે તે માટે પણ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. કામગીરીથી રાજકોટ શહેરના મુસાફરો, વેપારીઓ તથા વિદેશ પ્રવાસીઓ માટે એરપોર્ટ સુધી પહોંચવું વધુ સરળ અને સુવિધાજનક બનશે તેવું વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.આમ સંસદ સભ્ય રામભાઇ મોકરીયા દ્વારા લેખિત રજૂઆતનો હકારાત્મક પડઘો પડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *