વિધાનસભા સત્ર પછી ચાલુ માસમાં જ જાહેરનામુ બહાર પડવાની શકયતા
ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓનો કાર્યકાળ સોમવારે પૂરો થતાં તેમાં વહીવટીતંત્રની નિમણૂક કરવામાં આવી છે. હવે રાજ્યની કુલ 18 મહાનગરપાલિકાઓ જેમાંથી 9 નવી રચાયેલી છે માટે ચૂંટણી એપ્રિલના અંત સુધીમાં યોજાવાની મજબૂત શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર મે મહિના પહેલાં જ મતદાન પૂર્ણ કરવા માગે છે.
એકવાર ચૂંટણીની સત્તાવાર જાહેરાત (નોટિફિકેશન) બહાર પડે ત્યારબાદ ઉમેદવારોને નોમિનેશન ભરવા માટે લગભગ બે અઠવાડિયાનો સમય મળશે અને મહિનાના અંત સુધીમાં મતદાન પૂર્ણ થઈ જશે એમ સૂત્રોએ જણાવ્યું છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત (લગભગ 30 માર્ચ આસપાસ) બાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરી શકે છે. આ વિસ્તારમાંથી એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર છે, જેથી આ મુલાકાતને સ્થાનિક સ્તરે રાજકીય મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપ શક્ય તેટલી વહેલી ચૂંટણી યોજાવા માગે છે જેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તૈયારી માટે ઓછો સમય મળે એમ રાજકીય નિરીક્ષકો માને છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભાજપને મજબૂત લોકસમર્થન હોવાનું જોવા મળે છે. બીજી તરફ વિપક્ષી પક્ષો પણ ટિકિટ વહેંચણીની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. બંને પક્ષોએ કાર્યકરોને અરજી કરવા જણાવ્યું છે અને યુવાન ચહેરાઓને મોટા પાયે તક આપવાની યોજના ધરાવે છે.
અમદાવાદ મહાનગર પાલિકામાં 48 વોર્ડમાં કુલ 192 બેઠકો છે. છેલ્લી ચૂંટણી (ફેબ્રુઆરી 2021)માં ભાજપ પાસે 169, કોંગ્રેસ પાસે 25 અને અન્ય પાસે 8 બેઠકો હતી. આ વખતે ચૂંટણી પંચ દ્વારા વિશેષ સારાંશ પુન:વિભાગ (જાયભશફહ જીળળફિુ છયદશતશજ્ઞક્ષ) હાથ ધરાયો હતો. નવી મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે અને તેના આધારે જ ચૂંટણી યોજાશે. ગત જાન્યુઆરીમાં રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાઓની રચના મંજૂર કરી હતી. આ નવી નગરપાલિકાઓ પહેલી વખત મતદારો સામે આવશે. આમાં વાપી, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર-ધુધરેજ-વઢવાણ, મહેસાણા, મોરબી, ગાંધીધામ, નડિયાદનો સમાવેશ થાય છે.
OBC અનામત વધતા સમીકરણો બદલાયા
આ વખતે અમદાવાદ સહિત અનેક શહેરોમાં બેઠકોનું પુન:ગઠન (રોટેશન) થયું છે, જેનાથી ઘણા બેઠક ધારકો માટે પોતાની જૂની બેઠક પર ફરી લડવું મુશ્કેલ બની શકે છે. અમદાવાદમાં સામાન્ય શ્રેણીની બેઠકો 76માંથી ઘટીને 59 થઈ છે, જ્યારે ઘઇઈ બેઠકો 53 થઈ છે. મહિલા અનામત 96 બેઠકો, SC માટે 20 અને ST માટે 2 બેઠકો રહેશે. ઘાટલોડિયા, થલતેજ, વટવા, આસારવા, શાહીબાગ, સરસપુર-રખિયાલ, ખડિયા, સરખેજ, મખ્તમપુરા, બહેરમપુરા, દનીલિમડા, ઇન્દ્રપુરી, સોમનાથનગર, ઓઢવ અને વસ્ત્રાલ જેવા વોર્ડમાં મોટા ફેરફારો થયા છે.
