વિધાનસભા 68ના રોડના કામ આજની સ્ટેન્ડિંગમાં મંજૂર, ત્રણેય ઝોનમાં એકશન પ્લાન અંતર્ગત રૂા.137 કરોડના ખર્ચે પેવર કામ કરાશે
રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડા ઓના કારણે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તંત્ર દ્વારા રોષ શાંત કરવા ખાડા બૂરવાની કામગીરી શરૂ કી છે. પરંતુ એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાતા લોકોનો રોષ યથાવત રહયો છે. આથી આજે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે 1લી ઓકટો.થી તમામ 18 વોર્ડના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ શેરીઓના રોડ રસ્તા પેવરથી મઢવાનુ કામ શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવાની ફરજ પડી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ કે, તૂટેલા રોડ રસ્તાઓનું કામ ચલાવ પુરવાનું કામ ચાલુ છે. પરતું દરવર્ષથી માફક એકશન પ્લાન અંતર્ગત તમામ વોર્ડમાં તૂટેલા રોડ રસ્તા ઉપર પેવર કામ કરવામાં આવશે જેના સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગેરેટીં વાળા રોડ તૂટી ગયા હોય તેના સ્થાને મુદ્દત પૂર્ણ થયે નવા રોડ રસ્તા અથવા કોન્ટ્રાક્ટરના ખર્ચે પેવર કામ કરવામાં આવશે. જયારે સોસાયટીઓ અને શેરી ગલીઓમાં સંપૂર્ણ પણે તૂટી ગયેલા રોડના સ્થાને નવા રોડ બનશે તેમજ ગાબડાઓ હશે ત્યાર પેચ વર્ક કામ કરી રોડ સમથળ કરવામાં આવશે. અગાઉ સ્ટેન્ડિંગમાં સેન્ટ્રલ ઝોનના છ વોર્ડ તથા વેસ્ટ ઝોનના છ વોર્ડ અને આજની સ્ટેન્ડિંગમાં ઇસ્ટઝોનના છ વોર્ડના પેવરકામ સહિતનો ખર્ચ મંજૂર કરવામાં અઆવ્યો છે. જેના લીધે 1ઓકટો.થી ત્રણેય ઝોનના તમામ 18 વોર્ડમાં પેવરકામ શરૂ કરવામાં આવશે.
ચેરમેને વધુમાં જણાવેલ કે ડામર કામ તથા રી-કાર્પેટ અને પેવર કામ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવામાં આવી છે. જે એકશન પ્લાન અંતર્ગત રોડ રસ્તા બનાવા માટે કામમા લેવાશે દીવાળી સુધીમાં કામ પૂર્ણ થઇ જાય તે રીતે એક સાથે ઝડપી કામ શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમા ભળેલા ઘંટેશ્ર્વર, મોટા મવા, મુંજકા, મનહરપુર-1 સહિતના ગામોમાં પણ તૂટી ગયેલા રોડ રસ્તાઓ રી-કાર્પેટ કરવામાં આવશે.
ઝોન વાઇઝ મંજૂર થયેલ ખર્ચ
ઇસ્ટ ઝોનના વોર્ડ નં.4,5,6,15,16 અને 18માં પેવર કામ માટે રૂા.740356802નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વેસ્ટઝોનના વોર્ડ નં.1,8,9,10,11 અને 12માં મેટલીંગ સહિતના કામો માટે રૂા.311573994નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલઝોનના વોર્ડ નં.2,3,7,13,16 અને 17માં મેટલીંગ તેમજ પેવર કામ રૂા.313147645નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ત્રણેય ઝોનના ખર્ચેને બહાલી આપવામાં હોવાથી ટૂંક સમયમાં તમામ 18 વોર્ડના કામો માટે ઝડપીથી વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવશે.
શહેરને જોડતા રોડનું શું ?
મહાપાલિકાએ તમામ ત્રણેય ઝોનના 18 વોર્ડમાં નવા મેટલીંગ કામ અને પેવર કામ 1લી ઓકટો.થી શરૂ કરવાની સૂચના આપવમાં આવી ોછે અને એકશન પ્લાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ જામનગર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, અમદાવાદ રોડથી શહેરને જોડતા અને હાઇવે ઓર્થોરેટીમાં સમાવેશ થતાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય આ પ્રવેશ દ્વારના રસ્તાઓ કોણ રીપેર કરશે. તેઓ પ્રશ્ર્ન ઉભો થયો છે અને શહેરના રોડ રસ્તાઓ ટનાટન થયા બાદ હાઇવે ઓર્થોરીટી સમયસર કામ કરશે કે કેમ તેવી પણ ચર્ચા જાગી છે.
