વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના અધ્યક્ષ તરીકે કનુભાઈ લાલુ તેમજ રાજકોટ વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ રાજાણીની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નિમણુંક કરવામાં આવી છે.
ધોરાજીના આગેવાન અને ગોંડલ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી પ્રકુલભાઈ જાનીની એક યાદીમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠક સાળંગપુર ખાતે મંત્રી દેવજીભાઈ મ્યાત્રાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના વિવિધ કાર્યક્રમો, કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરાઈ હતી. ગોંડલ જિલ્લાના વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ તરીકે કનુભાઈ લાલુના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ રાજાણીની નિમણુંકની જાહેરાત કરવામાં આવી હતી.
કનુભાઈ લાલુ વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની જવાબદારી નિભાવી ચુક્યા છે. તેઓનું નિવાસ્થાન જેતપુર ખાતે છે. બજરંગ દળ રાજકોટ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના મંત્રી પ્રફલભાઈ જાની, ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી મનીષભાઈ સોલંકી, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.
