અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યના સમાચાર છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) ના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કર્યો છે. જે પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં લેવાવાની હતી, તે હવે મે મહિનામાં લેવાશે. આ નિર્ણયથી આશરે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થશે. ચૂંટણીમાં મોટા પ્રમાણમાં સ્ટાફ અને બિલ્ડિંગની જરૂૂર પડતી હોવાથી યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીની પરીક્ષા સમિતિએ અગાઉ કુલ 5 ફેઝમાં પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. જેમાંથી 2 ફેઝની પરીક્ષાઓ તો સમયસર પૂરી પણ થઈ ગઈ છે. પરંતુ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી હોવાથી બાકીના 3 ફેઝના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કારણે બી.એ., એમ.એ., બી.એસસી., લો, બી.કોમ. સહિતના ઘણા મહત્વના કોર્સની પરીક્ષાઓ હવે મોડી શરૂૂ થશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ (નવો) કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં મોકલી આપ્યો છે.
પહેલો ફેરફાર (1 મે થી શરૂૂ): જે પરીક્ષાઓ અગાઉ 16 એપ્રિલથી શરૂૂ થવાની હતી, તે હવે 1 મે થી શરૂૂ થશે. આમાંB.A., B.Com, B.Sc, B.B.A, B.C.Aના સેમેસ્ટર 4 અને 6, ખ.અ. સેમેસ્ટર 3, તેમજ ઇન્ટિગ્રેટેડ કોર્સ, LL.B. અને B.Ed. સેમેસ્ટર 2ની પરીક્ષાઓ લેવાશે.
બીજો ફેરફાર (12 મે થી શરૂૂ): જે પરીક્ષાઓ 24 એપ્રિલના રોજ લેવાવાની હતી, તે હવે 12 મે થી શરૂૂ થશે. જેમાં M.A., M.Com, M.Sc, M.R.Sના સેમેસ્ટર 2,B.A., B.Com, B.Scના સેમેસ્ટર 2 અને ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળના UG કોર્સના સેમેસ્ટર 4 નો સમાવેશ થાય છે.
ત્રીજો ફેરફાર (21 મે થી શરૂૂ): 5 મે ના રોજથી શરૂૂ થતી પરીક્ષાઓ હવે 21 મે થી લેવામાં આવશે. જેમાં મુખ્યત્વે NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના અલગ-અલગ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાશે.
