સોમવારે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એઇમ્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ

એઈમ્સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ તા.13ના રોજ સોમવારે યોજશે, જે દરમિયાન 2020 માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે.…

એઈમ્સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ તા.13ના રોજ સોમવારે યોજશે, જે દરમિયાન 2020 માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત સંબોધન કરશે. માનનીય રાષ્ટ્રપતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ અને સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો પણ એનાયત કરશે.

આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી મતી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય, સ્થાનિક વહીવટ અને અગ્રણી સંસ્થાઓના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં પ્રથમ દીક્ષાંત સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ઓગણપચાસ વિદ્યાર્થીઓને MBBS ડિગ્રી અને એક વિદ્યાર્થીને વાયરોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. વધુમાં MBBSના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને માન્યતા આપવા માટે 10 મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *