ચૂંટણીના ખર્ચ નિરીક્ષક કાલે રાજકોટમાં, રજિસ્ટરની ચકાસણી, હિસાબ-કિતાબ કરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે પ્રચાર કાર્યએ ભારે વેગ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે પ્રચાર કાર્યએ ભારે વેગ પકડ્યો છે. ત્યારે રાજકોટમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી અને ન્યાયી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમૃત પરમાર આવતીકાલે રાજકોટની ખાસ મુલાકાતે આવી રહ્યા છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા પ્રચાર-પ્રસારના ખર્ચ પર અંકુશ રાખવો અને આચારસંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવું. વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની વીડિયો સર્વેલન્સ ટીમ અને વીડિયો વ્યૂઈંગ ટીમ સાથે બેઠક યોજીને અત્યાર સુધીના ખર્ચના ડેટા મેળવવામાં આવશે. નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનાર ઉમેદવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવી શકે છે.

ચૂંટણીના દિવસે જે કર્મચારીઓ પોતાની ફરજ પર હોવાને કારણે મતદાન મથક પર જઈ શકે તેમ નથી, તેમના માટે તંત્ર દ્વારા ઊભી કરાયેલી પોસ્ટલ બેલેટની સુવિધા અંતર્ગત મતદાન શરૂૂ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં જેમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામગીરીમાં જોડાયેલા શિક્ષકો અને મહેસૂલી સહિત 20 હજારથી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને ક્ષતિરહિત બનાવવા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂૂપે આજે રાજકોટમાં મતગણતરીની પ્રક્રિયામાં જોડાનારા કર્મચારીઓ અને અધિકારીઓ માટે એક ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મતોની ગણતરી વખતે ઊટખમાંથી ડેટા કેવી રીતે મેળવવો અને ટેબ્યુલેશન શીટમાં તેની ચોકસાઈપૂર્વક એન્ટ્રી કેવી રીતે કરવી તેની પ્રેક્ટિકલ સમજૂતી અપાઈ હતી. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને સિનિયર સિટિઝન્સના પોસ્ટલ બેલેટની ગણતરી માટેના ખાસ નિયમો સમજાવવામાં આવ્યા હતા. ગણતરીના આંકડાઓને ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવાની પ્રક્રિયા અંગે પણ આઈટી નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *