દ્વારકામાં રિક્ષામાં બેસાડી વૃધ્ધાની બંગડીની લૂંટ

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલ રવિવારે સવારે 11:12 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ માજી દ્વારકાના ભરચક મથામણ ચોક વિસ્તારમાંથી વૂધ્ધ મહિલા ચાલીને ધરે જતા હતા. ત્યાં ગૌશાળા આસપાસ…

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલ રવિવારે સવારે 11:12 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ માજી દ્વારકાના ભરચક મથામણ ચોક વિસ્તારમાંથી વૂધ્ધ મહિલા ચાલીને ધરે જતા હતા. ત્યાં ગૌશાળા આસપાસ એક રીક્ષા ઉભી રાખી વૃદ્ધ મહિલાને રીક્ષામાં ધરાર બેસાડવામાં આવ્યા હતા. તે રીક્ષામાં રહેલ મહિલાઓ વૂધ્ધ માજીની બંગડીઓ કાઠી લૂંટ ચલાવાય હોવાની જાણ પોલીસને ફરિયાદ પેટે અરજી કરાઈ હતી. જે પોલીસે તપાસ આરંભી છે. પોલીસ દ્વારા આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી ખરાઇ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ બનાવની હકીકત પોલીસ તપાસ થાય તે પછી બહાર આવશે.

હજી સુધી દ્વારકા પોલીસ સ્ટેશન માત્ર ફરિયાદી અરજી ઉપર તપાસ કરવામાં આવી છે. જોકે આ લૂંટ થઈ છે કે નહીં? થઈ હોય તો પોલીસ કઈ રીતે તપાસ કરી રહી છે.? તે પણ સવાલો ઉઠ્યા છે. જોકે પોલીસ સૂત્ર જણાવ્યું છે કે હકીકતની તપાસ ચાલુ છે.

આ લૂંટના સમાચાર શહેરમાં ચોરે અને ચોકે ચર્ચાય રહ્યા છે. આ લૂટ અંગે દ્વારકા પીઆઇ અક્ષય બારસિયાને પુછતાં તેઓ જણાવ્યું હતું સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કાર્યવાહી ચાલુ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *