ઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈ

ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.91 લાખ…

ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.91 લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,જામનગર રોડ પરની ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા શોભાબેન પ્રમોદભાઈ રાઠી (ઉ.વ.63) એકલા મકાનમાં રહે છે. તેમનો પુત્ર પુલકિત જોધપુર એરબેઝ પર વિંગ કમાન્ડર તરીકે નોકરી કરે છે. પુત્રી આંચલ અમદાવાદમાં પરણેલી છે. તેમણે ગઇ તા.12 જૂનના રોજ ઝેપ્ટો એપ મારફત પાંચ લિટર દૂધ મંગાવ્યું હતું. જે બગડેલું હોવાથી કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા ગુગલમાં સર્ચ કરી નંબર મેળવ્યો હતો.
જેની ઉપર સંપર્ક કરતા કોલરે પોતાનું નામ ઈસ્માઈલ અન્સારી જણાવી ઝેપ્ટો કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. સાથોસાથ રૂૂા. 17નું રીફંડ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી યુપીઆઈ આઈડી મારફત રીફંડ આપવાની પ્રક્રિયા કરાવતા શોભાબેનના બેંક ખાતામાંથી રૂૂા. 97 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા.

જેથી તેમણે ગઠિયાને આ બાબતે જાણ કરતા તેણે રકમ પરત આપવાની વાત કરી રૂૂા. 95 હજાર તેમના ખાતામાં જમા થયાનો બેંક જેવો મેસેજ પર્સનલ નંબર પરથી મોકલ્યો હતો. તે મેસેજ બેંકમાંથી આવ્યાનું સમજી શોભાબેનને રૂૂા. 97 હજાર સામે રૂૂા. 95 હજાર જ જમા થયાનું કહેતા ગઠિયાએ બીજી વાર યુપીઆઈ આઈડી મારફત પ્રક્રિયા કરાવતા ફરીથી રૂૂા. 94,262 બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા.આ રીતે ગઠિયાઓએ રૂૂા. 1.91 લાખ ઉપાડી લેતા હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી પીઆઇ ફૂલતરીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *