દીકરીના ઘરે દાંતની સારવારમાં આવેલા તમિલનાડુના વૃધ્ધાનું ટ્રેન અડફેટે મોત

રાજકોટ રહેતી દીકરીના ઘરે દાંતની સારવાર કરાવા આવેલા તમિલનાડુના વૃધ્ધાનુ ટ્રેનની અડફેટે ચડી જતા મોત નીપજ્યુ હતુ. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર ફાટક નજીક આ ઘટના…

રાજકોટ રહેતી દીકરીના ઘરે દાંતની સારવાર કરાવા આવેલા તમિલનાડુના વૃધ્ધાનુ ટ્રેનની અડફેટે ચડી જતા મોત નીપજ્યુ હતુ. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર ફાટક નજીક આ ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી બનાવ અકસ્માતે બન્યો કે આપઘાત ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ તમિલનાડુના વતની પ્રતિભાબેન પ્રવિણભાઇ દાવડા (ઉ.વ.70) નામના વૃધ્ધા હાલમાં રાજકોટ જામનગર રોડ પર નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતી તેની દીકરીના ઘરે આવ્યા હતા. દરમ્યાન આજે સવારે ઘંટેશ્ર્વર ફાટક નજીક 25 વારીયા કાવાર્ટર પાસે હાપા-બાંદ્રરા ટ્રેનની અડફેટે ચડી જતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એ.બી.ઝાલા, સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક પ્રતિભાબેનના પતિ નાળીયેરનો વેપાર કરતા હોવાનુ અને તેમને સંતાનમાં ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ આઠ દિવસથી દાંતની સારવાર કરાવા માટે રાજકોટ રહેતી પુત્રીના ઘરે આવ્યા હતા. દરમ્યાન આજે સવારે આ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે બનાવ અકસ્માત કે આપઘાત ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *