જેતપુરમાં પતિના બાઇક પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો

જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા…

જેતપુરમા રહેતા વૃધ્ધા પોતાના બાઇક પાછળ બેસીને જઇ રહયા હતા ત્યારે મોટી મારડ પાસે વૃધ્ધા પતિનાં બાઇક પાછળથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમા જુનાગઢ રોડ પર રહેતા મધુબેન મોહનભાઇ જાખણીયા નામનાં 60 વર્ષનાં વૃધ્ધા બે દિવસ પુર્વે સવારનાં દસેક વાગ્યાનાં અરસામા પોતાના પતિનાં બાઇક પાછળ બેસી જઇ રહયા હતા ત્યારે મોટી મારડ ગામ પાસે મધુબેન જાખણીયા અકસ્માતે પતિનાં બાઇક પરથી નીચે પટકાયા હતા. વૃધ્ધાને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા.

જયા વૃધ્ધાનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *