શ્રીનાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધાને પાડોશી પરિવારે બેફામ માર માર્યો

પાંચ શખ્સો સામે ફરિયાદ, ઝપાઝપીમાં વૃધ્ધાની સોનાની કડી કયાંક પડી ગઇ શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રી નાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધા પર પાડોશમાં…

પાંચ શખ્સો સામે ફરિયાદ, ઝપાઝપીમાં વૃધ્ધાની સોનાની કડી કયાંક પડી ગઇ

શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રી નાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધા પર પાડોશમાં રહેતા પ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે પાચેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.


મળતી વિગત મુજબ શ્રી નાથજી સોસાયટીમાં રહેતા અનસુયાબેન પ્રફુલભાઇ દવે નામના 6પ વર્ષના વૃધ્ધે ફરીયાદમાં તેમના પાડોશમાં રહેતા ગૌતમભાઇ, કાનો, પુજાબેન, લાલો અને ધીરૂભાઇ સામે ફરીયાદ નોંધાવી છે અનસુયાબેને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ગઇ તા. 8 ના રોજ પોતાના ઘરે એકલા હતા ત્યારે ઘર પાસે આવેલી કુંડીમાં કચરો નાખ્યો હતો જેથી પાડોશમાં રહેતા ધીરૂભાઇએ તેનો વીડીયો ઉતારી લીધો હતો અને થોડીવારમાં અનસુયાબેન પોતાના ઘરમાં જઇ મોબાઇલ લઇ બહારે આવતા ધીરૂભાઇના વહુ પુજાબેને મોબાઇલ ખેચી લઇ તેમાંથી કાર્ડ કાઢી ઘા કરી દીધો હતો અને અનસુયાબેનનો મોબાઇલ તુટી ગયો હતો ત્યારબાદ ધીરૂભાઇએ અનસુયાબેનના ઘરમાં ઘુસી ઝપાઝપી કરી હતી.

થોડીવાર પછી તેમનો પુત્ર લાલો આવ્યો હતો અને તેમણે પણ ઢીકાપાટુનો માર મર્યો હતો તેમજ વાળ ખેચ્યા હતા આ મામલે કોઇએ 100 નંબરમાં ફોન કરતા પોલીસને જાણ કરી હતી અને નયનાબેનના દીકરા ગૌતમે લાકડી વડે માર માર્યો હતો આમ આ માથાકુટમાં અનસુયાબેનની સોનાની કડી કયાંક પડી ગયાનુ જણાવ્યુ હતુ.આ મામલે અનસુયાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા તેમજ પાચેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી શકંજામાં લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *