સોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોત

શહેરમા કેવડા વાડીમા રહેતા વૃધ્ધા સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પુવનપુત્ર ચોકમા અજાણ્યા બાઇક ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર…

શહેરમા કેવડા વાડીમા રહેતા વૃધ્ધા સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પુવનપુત્ર ચોકમા અજાણ્યા બાઇક ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કેવડા વાડી 11 મા રહેતા મંજુલાબેન નટવરલાલ રાઠોડ નામનાં 70 વર્ષનાં વૃધ્ધા બપોરનાં અરસામા ચાલીને સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પવનપુત્ર ચોક પાસે પહોંચતા અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા વૃધ્ધાએ સિવીલ હોસ્પીટલમા સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

બીજા બનવમા મુંજકામા આવેલા ટીટોડીયા સ્લમ કવાર્ટરમા રહેતા રવી બળવંતભાઇ વાઘેલા (ઉ.વ. 30) એજી સ્ટાફ કવાર્ટર પાસે ઝાડમા દવાનો છટકાવ કરતો હતો ત્યારે ઝેરી અસર થઇ હતી યુવકને બેશુધ હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *