તહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયા

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથધરી નશોકરી વાન લઇને નીકળનારા તથા છરી સાથે તેમજ દેશી દારૂૂ સાથે મળી 21 શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે.…

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથધરી નશોકરી વાન લઇને નીકળનારા તથા છરી સાથે તેમજ દેશી દારૂૂ સાથે મળી 21 શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એ-ડીવીઝન પોલીસે જયુબેલી ચોક પાસે નશો કરી વાહન લઇને નિકળેલા પરેશ દેવજીભાઇ ચુડાસમા (રહે. જયુબેલી ચોક લોટરી બજાર), યાજ્ઞીક રોડ પરથી હારૂૂન ઇબ્રાહીમભાઇ ઢોલકીયા (રહે. મોચીબજાર) કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસેથી રીક્ષામાંથી ભુપત સવશીભાઇ અજીડીયા (રહે.નવાગામ સોસાયટી) જયારે ભકિતનગર પોલીસે હસન વાડી મેઇન રોડ જલજીત હોલ સામેથી અમીત નટુભાઇ જોીરયા(રહે. લક્ષ્મીનગર શેરી નં.1), પ્રનગર પોલીસે રેલનગર શરણમ હાઇટ્સ પાસેથી ભરત દાનુભાઈ બોખાણી (રહે.બેડીગામ) કીટીપરા ગાયકવાડી શેરી નં. 4 પાસેથી મહેશ નાનજીભાઇ કિશોર (રહે. પરસાણાનગર શેરી નં.15) રૈયાગામ પાટીદાર ચોક નજીકથી દિલીપ વલ્લભભાઇ દુદાણી (રહે. સિધ્ધિવિનાયક કોમ્પ્લેક્ષ સાધુવાસવાણી રોડ), માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ ફાયર બ્રિગેડની સામેથી સંજય ભીખુભાઇ ઝાલા (રહે. કોઠારીયા કોલોની), મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોકમાંથી મનોજ સુનીલભાઇ ભટ્ટ (રહે. ચંદ્રેશનગર શેરી નં.1) અને તાલુકા પોલીસે મોટામવા ગામ માંથી આશીત બાલુભાઇ સિંગાર (રહે. નવો 150 ફૂટ રોડ ઠાકર ચોક ઝુપડામાં) ને નશાની હાલતમાં પકડી લીધા હતા.

જયારે એડીવીઝન પોલીસે લાખાજી રાજ રોડ પરથી છરી સાથે વિપુલ બાબુભાઇ ઉધરેજીયા(રહે. લોહાનગર ) ભકિતનગર રેલ્વે સ્ટેશન સર્કલ પાસેથી છરી સાથે વૈભવ અશોકભાઇ તાવડે (રહે. ઉધોગનગર કોલોની કવાર્ટર), એસેટી. બસ સ્ટેશન પાસેથી છરી સાથે મનોજ નાથાભાઇ વાઘેલા (રહે. આજીડેમ ચોકડી પાસે), તાલુકા પોલીસે વાવડી મેઇન રોડ પટેલ ચોક પાસેથી છરી સાથે જેઠા ત્રીકમભાઇ પરમાર (રહે. વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયો), વગળ ચોક મવડી પાળ રોડ પરથી છરી સાથે જોરૂૂ ઉમરભાઇ સાડમીયા (રહે. વાવડી), મવડી કણકોટ રોડ પાટીદાર ચોક પાસેથી છરી સાથે મનોજ ભીખાભાઇ ભાદરાવડા (રહે.ભીમનગર કાલાવડ રોડ) અને કુવાડવા પોલીસે નવાગામ માંથી છરી સાથે મુનો જાદવભાઇ વાસાણી (રહે. સાતહનુમાન મંદિર સામે ઢોરા પર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *