કેનાલ રોડ પર ચા પીવા ગયેલા વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી

જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા વાડી પ્લોટ પાસે રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.વ.66)કેનાલ રોડ પર ચા પીવા ગયા ત્યારે હોટેલમાં બેઠેલા કૂંભારવાળાના હરિ દેવાયત હેરભાએ અગાઉ તેમના…

જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા વાડી પ્લોટ પાસે રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.વ.66)કેનાલ રોડ પર ચા પીવા ગયા ત્યારે હોટેલમાં બેઠેલા કૂંભારવાળાના હરિ દેવાયત હેરભાએ અગાઉ તેમના ભાઈ સામે કરેલી ફરિયાદનો ખાર રાખી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.14/09 ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ હુ કેનાલ રોડ ખોડીયાર ટી.સ્ટોલ હોટલમા ચા પીવા માટે ગયેલ અને ત્યાં ખોડીયાર હોટેલ અંદર બેઠો હતો ત્યારે હરીભાઈ દેવાયતભાઈ હેરભા આવેલ અને મે અગાઉ તેમના ભાઈ ધીરૂૂભાઈ દેવાયતભાઈ હેરભા વિરૂૂદ્ધ ફરીયાદ કરેલ હોય જેથી મને ગાળો આપવા લાગ્યો હતો અને મને કહેવા લાગેલ તારી ફરીયાદ પાછી ખેંચી લેજે નહીતર તને પતાવી નાખીશ તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મને ધમકી આપવા લાગ્યો હતો.

ત્યારબાદ પોતાના સ્કુટરની ડેકીમાથી છરી કાઢી તે છરી બતાવી મને કહેલ કે તને બોવ હવા આવી ગયેલ છે.તેમ કહી મને મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આ હરીભાઈ દેવાયતભાઈ હેરભાએ તેના હાથમાં રહેલી છરી મને મારવા જતા ત્યાં ખોડીયાર ટી.સ્ટોલ હોટલ વાળા મુન્નાભાઈ તે છરી હરીભાઈના હાથમાંથી પકડી લઈ મને બચાવી લીધેલ બાદ ત્યાં માણસો ભેગા થઇ જતા આ હરીભાઈ આહીર ત્યાંથી ભાગી ગયો હતો.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *