જૂનાગઢમાં જિ.પંચાયતમાં પુત્રને કલાર્કની નોકરી અપાવી દેવાના બહાને વૃધ્ધ સાથે 4 લાખની ઠગાઇ

શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી અજીતકુમાર નવલશંકર પંડ્યા (ઉં.વ. 61) સાથે તેમના પુત્રને ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 4 લાખની…

શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી અજીતકુમાર નવલશંકર પંડ્યા (ઉં.વ. 61) સાથે તેમના પુત્રને ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 4 લાખની ઠગાઈ કરવામાં આવી ઘટના સામે આવી છે.

આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વૃધ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર વત્સલે વર્ષ 2023માં જિલ્લા પંચાયત ક્લાર્કની પરીક્ષા આપી હતી. દરમિયાન, અજીતભાઈના ભાઈ સનનભાઈ પંડ્યાના માધ્યમથી રાયજીબાગમાં રહેતા મનુભાઈ ધાઘલનો સંપર્ક થયો હતો,જેમણે ભરત શર્મા નામના શખ્સ સાથે મળીને ક્લાર્કની નોકરી અપાવવાની ખાતરી આપી હતી. શખ્સોએ પરીક્ષા પાસ કરાવવા અને ઓર્ડર અપાવવા માટે કુલ 10 લાખ રૂૂપિયાનો ખર્ચ થશે તેમ કહી, પ્રથમ 4 લાખ રૂૂપિયા એચડીએફસી બેંક ખાતાધારક સ્વપ્નીલકુમાર પ્રકાશકુમાર પટેલ (રહે. મહીસાગર ખેડા)ના ખાતામાં આરટીજીએસ દ્વારા જમા કરાવડાવ્યા હતા.

જોકે, પરિણામ જાહેર થતાં પુત્ર વત્સલ પરીક્ષામાં નાપાસ થયો હતો. પરંતુ તેનું નામ શખ્સોએ વેઇટિંગ લિસ્ટમાં હોવાનું જણાવી વાયદા આપવાનું શરૂૂ કર્યું હતું.લાંબો સમય વીતવા છતાં ન તો નોકરી મળી કે ન તો નાણાં પરત આપવામાં આવ્યા, જેથી આખરે વૃદ્ધે તા. 18 નવેમ્બરના રોજ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે ભરત શર્મા અને સ્વપ્નીલકુમાર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર. એમ. વાળાએ આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *