લગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોત

વેરાવળના બોડરા ગામની ઘટના : વૃધ્ધે સારવારમાં દમ તોડયો વેરાવળના બોડરા ગામે રહેતા રણમલભાઇ સીદીભાઇ બામણીયા નામના 60 વર્ષનાં વૃધ્ધ ગત તા ર1 નાં રોજ…

વેરાવળના બોડરા ગામની ઘટના : વૃધ્ધે સારવારમાં દમ તોડયો

વેરાવળના બોડરા ગામે રહેતા રણમલભાઇ સીદીભાઇ બામણીયા નામના 60 વર્ષનાં વૃધ્ધ ગત તા ર1 નાં રોજ સાંજનાં સાડા પાચેક વાગ્યાનાં અરસામા બોડરા ગામનાં પાટીયા પાસેથી ચાલીને જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા.

જયા તેમનુ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક વૃધ્ધને સંતાનમા 3 પુત્ર અને 4 પુત્રી છે. રણમલભાઇ બામણીયા આણંદપરા ગામે લગ્ન પ્રસંગમા ગયા હતા અને ત્યાથી રીક્ષામા પરત ફર્યા હતા. બોડરા ગામે રીક્ષામાથી ઉતરી ઘરે જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *