રાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરમાં ગોંડલ રોડ પર આવેલા માનસત્તા ચોક પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાના મોતથી પરિવાર…

શહેરમાં ગોંડલ રોડ પર આવેલા માનસત્તા ચોક પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલી રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતાં બિજલભાઈ અરજણભાઈ મિયાત્રા નામના 78 વર્ષના વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત જુદા જુદા પાંચ સ્થળે પાંચ લોકોના બિમારી સબબ મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં પ્રવિણભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.50) આંબેડકરનગરના મનીષભાઈ બચુભાઈ ચાવડા (ઉ.45), મવડી પ્લોટ વિદ્યાનગરના અનિલભાઈ રવજીભાઈ વોરા, અમરનગરના સોમાભાઈ ટપુભાઈ કોબીયા (ઉ.47)નું બેભાન હાલતમાં મોત નિપજ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *