સલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો

સારવાર મળે એ પહેલા જ થયુ મૃત્યુ, સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યો સામે સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ…

સારવાર મળે એ પહેલા જ થયુ મૃત્યુ, સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યો સામે

સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ સંઘાર નામનો યુવાન બાઇક ચલાવતો હતો અને એની પાછળ બેસેલ એક વ્યક્તિને ઉતારી અને આગળ જવા નીકળ્યો હતો ત્યારે અચાનક જ એ યુવાનને ભારે હૃદય રોગનો હુમલો આવતા એ બાઇક પરથી નીચે ઢળી પડ્યો હતો.ત્યાં આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ લઈ જતા તેને સારવાર મળે એ પહેલા જ એ યુવાનનું મૃત્યુ થયાનું જણાયું હતું.

આ 45 વર્ષના યુવાનના અકાળે અવસાનથી સલાયામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *