જેતપુરમાં રહેતા વૃદ્ધ અકસ્માતે મધરાત્રે ખાટલા પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં ટાકુડી વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ કેશુભાઈ અમીપરા નામના 65 વર્ષના વૃદ્ધ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે ખાટલા પરથી નીચે પટકાયા હતા વૃદ્ધને ગંભીરતા ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ એઇમ્સ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બનાવવામાં વીંછીયાના અમરાપુર ગામે રહેતા અનિલ જીલાભાઇ ગઢાદરા નામના 19 વર્ષના યુવાનને સાત દિવસ પૂર્વે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જ્યારે બીજા બનાવમાં પોરબંદરના વાડોદર ગામે રહેતી પ્રવિણાબેન ભીમશીભાઈ વાઢીયા નામની 28 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી પ્રવાહી લીધું હતું. યુવાન અને યુવતીનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
