જામનગર શહેરના વાયુનગર સેનાનગર વિસ્તારમાં એક વૃદ્ધે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જામનગરના વાયુનગર સેનાનગર, યોગેશ્વરધામ વિસ્તારમાં વાછરાડાડાના મંદિર આગળ મેઈન રોડ પાસે રહેતા રાણાભાઈ લગધીરભાઈ આંબલીયા (ઉ.વ.75) લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમને પેરાલિસીસનો એટેક આવેલ હતો તેમજ બી.પી.ની તકલીફ સાથે નાકનું ઓપરેશન પણ કરાવેલ હતું.
બીમારીથી કંટાળી જતા તેમણે પોતાના ફાળિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગોવાભાઈ રાણાભાઈ આંબલીયાએ પોલીસને જાણ કરતા સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એ. પરમારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
