ગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇ

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 8 મહીલાને 45000…

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 8 મહીલાને 45000 ની રોકડ સાથે ઝડપી લીધી છે.

વધુ વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ એસ. બી. જાડેજા અને મુકેશભાઇ સબાડ સહીતના સ્ટાફે બાતમીના આધારે મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલી બંધ શેરીમા આવેલા જામબા ગંભીરદાન બાદાણીના મકાનમા જુગાર રમાતો હતો ત્યા દરોડો પાડી જામબા, નીતાબેન રોહીતભાઇ ઉ5ાધ્યાય, તનવીબેન જલ્પેશભાઇ દેવાણી, રીધીબેન પ્રકાશભાઇ લાખાણી, નીશાબેન જયેશભાઇ ચાવડા, છાયાબેન રવીભાઇ ડોડીયા, મીનાબા રઘુભા ચુડાસમા અને જાનવીબેન પરેશભાઇ મુલવાણીને ઝડપી તેમની પાસેથી રોકડા રૂ. 4પ700 જપ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *