રાજકોટમાં 27 જણાનો ભોગ લેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ તેની મિલકત ટાંચમાં લેવા હુકમાં કર્યા બાદ હવે આ મામલે ઇડી પણ તપાસમાં ઝંપલાવશે કોર્ટ દ્વારા મનસુખ સાગઠીયાની પુછપરછ માટે ઇડીને મંજુરી આપવામાં આવી છે.
જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કારણે બનેલી આ ઘટનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા ગુનો નોધાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ પૂર્વ ચીફ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા સામે સરકારે લાલ આંખ કરી સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂૂપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂૂપિયા 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂૂપિયા 24,31,08,334નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કરી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ એસીબી દ્વારા સાગઠિયાએ પોતાનાં તથા પોતાનાં પરિવારજનોનાં નામે વસાવેલી મિલકતો રૂૂપિયા 23,15,48,256ની મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્ત અંગે રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવ્યા બાદ મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવા ટુક સમયમાંજ કાર્યવાહી કરવામાં આવનાર હોય ત્યારે આ મામલે ઇડીએ પણ તપાસ માટે કોર્ટની મંજુરી માગી હતી જે બાબતે કોર્ટે મંજુરી આપી છે. સાગઠીયાની બેનામી મિલકત બાબતે એસીબી દ્વારા ઇડીને જાણ કરી હતી. જે જોતા ઇડીએ સાગઠીયાની પુછપરછ માટે કોર્ટ ની મંજુરી માંગી હતી. હવે ઇડીની ટીમ રાજકોટ આવી જેલમાં બંધ સાગઠીયાની પુછપરછ કરશે.