નવા નોટિફીકેશનમાં સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ
રાજકોટ શહેરમાં અશાંતધારા ના અમલીકરણના મામલે થયેલી એક મોટી છબરડી સામે ’ગુજરાત મિરર’ દ્રારા અશાંતધારાના અગાઉના નોટિફિકેશનમાંથી 70 ટકા જેટલી સોસાયટીઓ ગાયબ થઈ ગઈ હોવાનો અહેવાલ મંગળવારે (31 તારીખે) ’ગુજરાત મિરર’ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ગાંધીનગરનું મહેસૂલ વિભાગ સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી હરકતમાં આવીને અશાંતધારાનું ’રિવાઇઝ્ડ’ (સુધારેલું) નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ નવા જાહેરનામામાં અગાઉ બાકાત રહી ગયેલી તમામ સોસાયટીઓનો ફરીથી સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં સ્થાવર મિલકતોની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા એક સુધારેલું (રિવાઈઝ્ડ) જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા જાહેરનામા મુજબ, રાજકોટ સિટીના વોર્ડ નંબર 2 પોલીસ સ્ટેશનની હદમાં આવતા અનેક વિસ્તારોને ’અશાંત ધારા’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અગાઉ 17 જાન્યુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને બદલીને આ નવું અને વિસ્તૃત જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યું છે.
’ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમ્મુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ એવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, 1991’ જેને સામાન્ય રીતે ’અશાંત ધારા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ધારાનો મુખ્ય ઉદ્દેશ અમુક વિસ્તારોમાં મિલકતોના ગેરકાયદેસર કે દબાણપૂર્વકના વેચાણને અટકાવવાનો છે. આ નવા નોટિફિકેશન મુજબ, જાહેર કરાયેલા ’અશાંત વિસ્તારો’માં કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર કરતા પહેલા સરકાર કે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે
ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામાના શેડ્યૂલમાં રાજકોટ સિટી વોર્ડ નંબર 2 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારો અને તેની આસપાસના 500 મીટરના વિસ્તારને ’ડિસ્ટર્બ્ડ એરિયા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ નવા નોટિફિકેશનમાં સેંકડો સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને છોટુ નગર,ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં આવતી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ ,સિંગ સોસાયટી,નિરંજન સોસાયટી,આશુતોષ સોસાયટી,સ્વાસ્તિક સોસાયટી ,જનતા જનાર્દન સોસાયટી,જાગૃતિ શ્રમજીવી સોસાયટી આ ઉપરાંત અવંતિકા પાર્ક અને યોગેશ્વર પાર્ક જેવા વિસ્તારોના વિવિધ સિટી સર્વે નંબરોને પણ આ કાયદાના દાયરામાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે.સરકારના આ જાહેરનામા મુજબ, આ કાયદો આગામી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે
