વલસાડથી 37 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે.વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.