કચ્છમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ભચાઉ પાસે

ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ…

ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, કચ્છમાં આ ભૂકંપનો આંચકો આજે બપોરે બરાબર 12:39 કલાકે અનુભવાયો હતો. આંચકો સામાન્ય કરતાં થોડો વધુ તીવ્ર હોવાથી લોકોએ તેને સ્પષ્ટપણે અનુભવ્યો હતો.

સિઝમોલોજી વિભાગના આંકડા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક નોંધાયું છે. કચ્છમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે સ્થાનિકો માટે આ સ્થિતિ નવી નથી, પરંતુ રિક્ટર સ્કેલ પર 3 કરતાં વધુની તીવ્રતા હોવાને લીધે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. આ ભૂકંપની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના અહેવાલો મળ્યા નથી. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *