દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની સિરીઝ જી.જે.37-આર અને જી.જે.37-કયુમાં બાકી રહેલા માટે બાકીના ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓકશન કરવામાં આવનાર છે. જે અન્વયે ઓનલાનઇન અરજીનો સમયગાળો તા. 20 થી 30 માર્ચ સાંજે 4 વાગ્યા પહેલાનો રહેશે.

ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. 23 થી 25 માર્ચ સુધીનો રહેશે. જેનું પરિણામ તારીખ 25 ના સાંજે જાહેર કરવામાં આવશે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌ પ્રથમ https://fancy. parivahan. gov.in/fancy/ faces/public/login.xhtml વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાર બાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.

વાહનમાલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બીડના નાણાંનું ચુકવણું પાંચ દિવસમાં ઓનલાઇન કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. આ ઈ-ઓક્શનના અંતે અસફળ થયેલ અરજદારોને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં પરત કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *