ટૂ-વ્હિલરની નવી સિરીઝ માટે તા.17થી ઇ-ઓકશન

    પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03…

 

 

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PE સીરિઝનું ઓક્શન તા.17/02/2025 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ GJ 03 PE તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinehttp://parivahan. gov.in/fancy ‘f online પર રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોધ લેવી. અરજદારે parivahan.gov.inવેબસાઇટ પર જવુ., વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસે પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number bookingપર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું.પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો.હરાજીમાંનંબર મેળવ્યા બાદ ” 5″ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી.

હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.મોટર સાયકલની સીરિઝ J-03-PEતથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.17/02/2025 સાંજે 04:00 કલાક થી તા.23/02/2025 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.23/02/2025 સાંજે 04:01 કલાક થી તા.25/02/2025 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.25/02/2025 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.

નોંધ. વાહન વેચાણ તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *