તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ

તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા…


તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા શહેરને સ્માર્ટ અને બ્યુટીફૂલ બનાવી દેવાનું મીડિયા સાથે રટણ જહેર કર્યુ. પરંતુ ત્રીજા દિવસે બ્યુટીફીકેશનના નામે કરવામાં આવી રહેલા કામગીરીમા ગંભીર ખામીઓ સામે આવી છે. રણજિત સાગર રોડ પર ના કિર્તી પાનથી ખાચીની ખડકી સુધીના મુખ્ય માર્ગ પર પથ્થરોના ઢગલા ડમ્પિંગ યાર્ડની જેમ જોવા મળી રહ્યા છે. રસ્તાની બાજુઓમાં ડિમોલિશનના કચરાના ઢગલાઓ ઉભા થઈ ગયા છે. આ ઉપરાંત, ડિવાઇડરના બ્લોક પણ રસ્તાની બાજુઓમાં પડેલા જોવા મળે છે.

આ સ્થિતિને કારણે અકસ્માતની ભીતિ સતત વધી રહી છે.તાજેતરમાં જ સાધના કોલોનીમાં જર્જરિત આવાસોનું ડિમોલિશન કાર્ય ચાલી રહ્યું હતું. જો કે, મહાનગરપાલિકાના કમિશનર ગૌરવ પંથે માત્ર બે દિવસ પહેલા જ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.


લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, શહેરના બ્યુટીફૂલના નામે જો આ પ્રકારે કામગીરી કરવામાં આવશે તો શહેરની દશા ક્યાં જશે? શું આ રીતે જામનગરમાં બ્યુટિફિકેશનનું કામ પૂરજોશમાં ચાલે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *