બગસરામાં કરોડોના ખર્ચે બનેલ શાળા બિલ્ડિંગ એક વર્ષથી ખંડેર હાલતમાં
બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ ફાયર એનઓસી ન મળતા આ મકાનો ખંઢેર થવાની સ્થિતિમાં છે. બગસરા તાલુકામાં છેલ્લા બે વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક શાળાઓને જર્જરિત ઓરડાઓમાંથી અધ્યતન બિલ્ડીંગમાં બદલી નાખેલ છે. શહેરની એક માત્ર ક્ધયા શાળાજે કરોડો રૂૂપિયાના ખર્ચે બની ગયેલી છે પરંતુ ફાયર એનોસીના અભાવે એક વર્ષથી ખંઢેર હાલતમાં થવા જઈ રહી છે.જયારે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અધ્યતન શાળાના મકાનો તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મોટાભાગની શાળાઓમાં ફાયર એનઓસીનો પ્રશ્ન ન હોય વિદ્યાર્થીઓ નવા બિલ્ડિંગમાં શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ બગસરા શહેરની એવી શાળાઓ છે જેના બિલ્ડીંગ તૈયાર થઈ ને એક વર્ષ જેવો સમય થઈ ગયા હોવા છતાં ફાયર એનઓસી આપવામાં આવેલ નથી. બગસરામાં ક્ધયાશાળા તેમજ તાલુકા શાળા બંને શાળાને ફાયર એનઓસી ન મળતા વિદ્યાર્થીઓ આજે પણ નવા બિલ્ડિંગમાં બેસી શકતા નથી. ફાયર એનઓસીના ન હોવાને કારણે આદ્યતન મકાનો ખંઢેરમાં ફેરવાઈ રહ્યા છે. બાળકોને ઉપયોગમાં આવી શકે તેમ ન હતા તો આવા બિલ્ડિંગોમાં કરોડોનો ખર્ચ સરકારે શા માટે કર્યો તેવા સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.
જયારે જાણવા મળતી વિગત અનુસાર ફાયર એનોસીની જે અરજી કરવામાં આવી હતી તે ગયા જૂન મહિનામાં જ રિજેક્ટ થઈ ગઈ છે,પરંતુ ઉપરી અધિકારીને આ બાબત્તી જાણ નથી કે પછી કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરી સરકારની આંખમાં ધૂળ નાખી જેમ તેમ વોરંટી પિરિયડ પૂરો કરી પોતાના ખીચ્ચા ભરવામાં જ રસ હોઈ તેવું લાગી રહ્યું છે.તો આવા અધિકારી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તત્કાલ આ બંને સ્કૂલને ફાયર એનોસી આપી સ્કૂલ સોંપવામાં આવે જેથી કરીને વિધાર્થીઓ પોતાનું ભણતર સારી રીતે ભણી શકે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
ક્ધયા શાળાના આચાર્ય હિમાંશુભાઈ છાટબારને પૂછતાં તેમણે જણાવ્યું કે આ નવું બિલ્ડીંગ બની ગયું છે તેને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને જ્યાં સુધી ફાયર એનોસી નહિ મળે ત્યાં સુધી અમો આ બિલ્ડીંગને સ્વીકારશું નહિ. અને આ જુના બિલ્ડીંગમાં પૂરતી સગવતાના આભાવે અમારે બે પાળીમાં સ્કૂલ ચલાવવી પડે છે.જેની હિસાબે અમોને ખુબ અગવડતા પડે છે. તો તત્કાલ ફાયર એનોસી આપી અમારી સ્કૂલનું નવું બિલ્ડીંગ સોંપે તેવી માંગ ઉઠી છે.નવું રસોડું બની ગયું હોવા છતાં બિલ્ડીંગ ના સોપાતા વિદ્યાર્થીઓનું ભોજન પણ અન્ય સ્કૂલના રસોડામાં રંધાઈને આ શાળામાં આવે છે.