શહેરમાં દારૂબંધીના કડક અમલના પોલીસ અધિકારીઓના નિવેદન વચ્ચે વાસ્તવીક પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. શહેરના હનુમાનમઢી ચોક નજીક રંગ ઉપવન સોસાયટી આસપાસ દારૂડીયાનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે આ વિસ્તારની મહીલા કે યુવતીઓને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય દર્શીતાબેન અને મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરને રજુઆત કર્યા બાદ બન્ને નેતાઓએ દારૂડીયાના ત્રાસમાંથી મુક્તિ અંગે ખાત્રી આપ્યા છતા તેમના ઠાલા વચનથી દારૂડીયા સામે કોઇ કાર્યવાહી નહી થતા અંતે લોકોને આવા દારૂડીયાના ત્રાસ રોજ વધતો જાય છે. દારૂડીયાના ત્રાસનો એક વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હોય આ અંગે પોલીસને ઉચીત કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.
દારૂૂબંધીની વાતો વચ્ચે દારૂૂડિયાઓનો આતંક વધી રહ્યો છે. શહેરની હનુમાન મઢી ચોક પાસે આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂૂડિયાઓનો ત્રાસ હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દારૂૂડિયાઓ રોજ દારૂૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોવાનો લોકોએ આક્ષેપ કરી દારૂૂડિયાઓનાં ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવતા હોવાનું જણાવ્યું હતું. રંગીલા રાજકોટમાં દારૂૂબંધીનાં કાયદાનાં ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે.
હનુમાન મઢી ચોક પાસે આવેલી સોસાયટીમાં દારૂૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. દારૂૂડિયાઓ રોજ દારૂૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોય તેવા આરોપ થયા છે. દારૂૂડિયાઓનાં ત્રાસથી સોસાયટીની મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. પોલીસ પણ હપ્તા લઈને દારૂૂનો ધંધો કરવા દેતી હોવાનાં આક્ષેપ લોકોએ કર્યા છે.
રંગીલા રાજકોટમાં દારૂૂબંધીનાં કાયદાનાં લીરેલીરા ઉડ્યા છે. દારૂૂડિયાઓ દારૂૂ પીને ખુલ્લેઆમ ધમાલ મચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હનુમાન મઢી ચોક પાસે આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂૂડિયાઓનો આતંક જોવા મળ્યો છે.
દારૂૂડિયાઓ રોજ દારૂૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સોસાયટીની મહિલાઓનું કહેવું છે કે દારૂૂડિયાઓનાં ત્રાસથી તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળવામાં પણ તેમને સંકોચ થાય છે.સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ અંગે ધારાસભ્ય અને કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ એમએલએ દર્શિતાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને આ અંગે ફરિયાદ કરતા તેમણે દારૂૂડિયાઓનાં ત્રાસથી મુક્તિની બાંહેધરી આપી હતી. પરંતુ, તેમ છતાં દારૂૂડિયાઓનો આતંક યથાવત છે. આ સાથે સ્થાનિક લોકોએ પોલીસ પર હપ્તા લઈને દારૂૂનો ધંધો કરવા દેતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.