ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને દારૂડીયાએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતાં દિવ્યેશ રાજુભાઈ માટીયા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બસ સ્ટેશન રોડ પર ચાલીને જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
બીજા બનાવમાં શાપરમાં રહેતા શૈલેષ નિરવભાઈ પરમાર નામના 25 વર્ષના યુવાન સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
