રાજકોટ શહેરમાં દારૂઢીંચીને વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. ત્યારે રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે દારૂડિયા કાર ચાલકે બેફીકરાયથી વાહન ચલાવી પોતાની કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જયો હતો. ધડાકાભેર અવાજ આવતા સ્થાનિક લોકો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. એટલામાં કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે, કાર રેઢી પડી હોય લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.