દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર…

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ, હડાળાના પાટીયા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતો શાહરૂખ અમરભાઈ આદિવાસી (ઉ.24) નામનો યુવાન ગઈકાલે મધરાત્રે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે શરીરે પેટ્રોલ છાંટી જાત જલાવી લેતાં તે મોંઢાના ભાગે તથા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં શાહરૂખને દારૂ પીવાની કુટેવ હોય ગત રાત્રે દારૂના નશામાં અગ્નિ સ્નાન કરી લીધાનું જાણવા મળ્યું છે. શાહરૂખ મુળ મહારાષ્ટ્રનો વતની છે અને બે વર્ષ પહેલા જ તેનાં લગ્ન થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *