રેસકોર્ષ સંકુલનું 10 કરોડના ખર્ચે નવિનીકરણ અને બ્યુટિફિકેશન કરાશે, 25 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન અને સુવિધા, 6 કરોડનું વૃક્ષારોપણ
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટનુ અભ્યાસ કર્યા બાદ કદમાં વધારા અને સુચવેલ તમામ કરબોજ રદ કરી રૂા.3604.90 કરોડનુ બજેટ સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યુ હતું. બજેટમાં વધારાની 14 યોજના સામેલ કરવામાં આવી છે. તેવી જ રીતે મિલકત વેરા અને પાણી વેરામાં સ્લેબ વાઇઝ વ્યાજમાફી યોજના જાહેર કરી આ વર્ષે પણ મિલકત વેરામાં વળતર યોજના અને સાથોસાથ ફલાવર બેડ માટે બી.યુ. રેગ્યુલરાઇઝેશ ફીમાં હપ્તા, રેસકોર્ષ સંકૂલનું બ્યુટિફિકેશન, ઇલેકટ્રીક બસ ચાર્જિંગ સ્ટેશન અને વૃક્ષારોપણ સહિતની નવી 47 કરોડની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટિએ આજે સુધારા વધારા સાથેના 3604.90 કરોડનુ બજેટ મંજૂર કર્યુ હતું. કમિશનર દ્વારા રજૂ થયેલ ડ્રાફટ બજેટમાં પાણી વેરો અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારો સુચવેલ જે રદ કરી મિકલત વેરા અને પાણી વેરા પર વ્યાજ માફી યોજના લાગુ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તેવી જ રીતે કમિશનર દ્વારા સુચવેલી યોજનાઓ ઉપરાંત નવી 14 યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં રેસકોર્ષ સંકુલ બ્યુટિફિકેશન સાથે નવિનીકરણ કરવાનું કામ. રાજકોટ મહાનગરપાલિકાના હયાત તથા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂૂરીયાત અંગે પાયલોટ સ્ટડી. વોર્ડ નં.15માં મોહનભાઈ સરવૈયા કોમ્યુનીટી હોલ રીનોવેશન. વોટર ડીસ્ટ્રીબ્યુશન રીયલ ટાઇમ મોનીટરીંગ માટે, તમામ પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા. સીનીયર સીટીજનના નામ થી વૃક્ષારોપણ. PMeBus Sewa અંતર્ગત100 ઈલે. બસ માટે ચાર્જીંગ સ્ટેશન તથા માળખાકીય સુવિધા ઉભી કરવાની કામગીરી. (રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા) નાના મવા બ્રિજ નીચે ગેમઝોન સાથે કાફેટેરીયા (પી.પી.પી. ધોરણે). નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડીંગ (પી.પી.પી. ધોરણે). નમોવનનું નિર્માણ (પી.પી.પી. ધોરણે). વોર્ડ નં.12માં નવો સ્વીમીંગ પુલ (પી.પી.પી. ધોરણે). વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર (પી.પી.પી. ધોરણે). વેસ્ટ ઝોનમાં મોર્ડન ફૂડ ઝોન (પી.પી.પી. ધોરણે). લેટેસ્ટ ટેકનોલોજી સાથે 60 એલ.ઈ.ડી. બોર્ડ (પી.પી.પી. ધોરણે) સહિતની નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મ્યુનિ.કમિશનર દ્વારા તા.4ના રોજ રૂા.3595.70 કરોડનું 95 કરોડના કરબોજ વાળુ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવેલ જેમાં પાણી અને ગાર્બેજ કલેકશન ચાર્જમાં વધારો સુચવામાં આવેલ સ્ટેન્ડિંગમાં બજેટનો અભ્યાસ કર્યા બાદ તમામ કરબોજ રદ કરી દેવામાં આવ્યા છે. અને સાથો સાથ 23 નવી યોજનાઓ પ્રોજેક્ટ સાથેનો સમાવેશ કરી આજે રૂા.3604.90 કરોડનુ ફાઇનલ બજેટ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતું. બજેટમાં 47 કરોડની નવી યોજના રજૂ કરતા બજેટનુ કદ 9 કરોડ વધવા પામ્યુ છે.
બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખાસ કરીને મિલકત વેરા અને પાણી વેરા પર વ્યાજમાફી યોજના તથા ફલાવર બેડ માટે બીયુ રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પ્રધ્ધિતી, રેસકોર્ષ સંકૂલ બ્યુટિફીશેન, નવા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી, મોહનભાઇ હોલનુ રિનોવેશન, વોટર ડિસ્ટ્રીબ્યુશન મોનોટરીંગ, તમામ પબ્લિક ટોયલેટ અપગ્રેડ કરવા, સિનીયર સીટીઝનના નામથી વૃક્ષારોપણ, નાનામવા બિજ્ર નીચે પીપીપી ધોરણે ગેમઝોન કાફેટેરીયા, ઇલે.બસ ચાર્જિંગ સ્ટેશન, નવી સ્ટ્રેનલ ઝોન ઓફિસ બિલ્ડિંગ, નમોવનનું નિર્માણ, વોર્ડ નં.12માં નવો સ્મીંગ પુલ, નવુ સોપીંગ સેન્ટર, ફૂડ ઝોન, મહિલા સુરક્ષીત સફર યોજના, ફાયર સેફટી, જન જાગૃતિ તાલીમ સહિતની નવી યોજનાઓ અને નવા પ્રોજેકટ સાથે વિકાસલક્ષી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોનામાં 10 ગ્રામે રૂા.700 ઘટયા, કંપનીઓના સારા પરિણામને કારણે શેર બજારમાં ખરીદી યથાવત
આવકમાં અંદાજાયેલ વધારો
મનપાના ફાઇનલ બજેટમાં કદ વધવાની સાથે આવકમાં વધારો સુચવવામાં આવ્યો છે. જેમાં જમીન વેંચાણની 585ના બદલે 600 કરોડ, મિલકત વેરાનો લક્ષ્યાંક 501 બદલે 520 કરોડ, પ્રોફેશનલ ટેકસ 40 કરોડ યથાવત, વાહન ટેકસ 38 કરોડ યથાવત, ટીપી અને એફએસઆઇની આવક 335ના બદલે 405 કરોડ અને વ્યાજમાફી યોજનામાંથી 25 કરોડ વધુ આવક ઉભી કરાશે. સાથોસાથ વ્યાજમાફીમાં બાકીદારોને રૂા.6 કરોડનુ અંદાજે વળતર ચૂકવવામાં આવશે.
